• મોટા થઈને મેં અનુભવ્યું કે હૃદયને અનુસરવું મતલબ એ નહી કે મનમાં આવે તે કરવું. ના. તમારે તમારા દિલનો એક અવાજ સાંભળી લેવાનો છે. તે કામને તમારે તમારું અસ્તિત્વ બનાવી દેવાનું છે. તેની પાછળ પોતાની ગાંડી મહેનત કરવી પડે છે. હૃદયને ન ગમે તો પણ દાંત ભીંસીને, મુઠીઓ વાળીને જીતની એ ક્ષણ માટે મહેનત કરવાની છે. એક-દિવસ જ્યારે દુનિયા સુતી હોય, અને તમે મેદાન પર જઈને એકલા-એકલા મહેનત કરી રહ્યા હોય ત્યારે તમારું હૃદય તમને તાળીઓથી વધાવી દે છે. તમને મહેનતનો કોઈ થાક લાગતો નથી. હૃદયને સાંભળનારા લોકો ખુશ હોય છે. હસતા રહે છે. બસ

    Jitesh Donga
Post as Image: